Friday, 2 September 2016

સનાતનના ધર્મકાર્યનો રૌપ્યમહોત્સવ !


   માનવજાતિના કલ્યાણ માટે સનાતન સંસ્થાના સંસ્થાપક પરાત્પર ગુરુ ડૉ. જયંત આઠવલેજી દ્વારા આરંભ કરેલા ધર્મકાર્યનો આ રજત જયંતી વર્ષ છે. ગત ૨૫ વર્ષોમાં સનાતનની આ ઊંચી ઉડાન આશ્જર્યજનક છે. સનાતન દ્વારા બતાડવામાં આવેલા સાધના માર્ગ  ગુરુકૃપાયોગને કારણે જુલાઈ ૨૦૧૬ સુધી સનાતનના ૬૮ સાધકો સંતપદ પર આરૂઢ થયા અને ૯૨૭ સાધકો સંતત્વની દિશામાં માર્ગક્રમણ કરી રહ્યા છે. ૨૫ વર્ષોમાં (જુલાઈ ૨૦૧૬ સુધી) સનાતનના ૨૯૩ ગ્રંથોનું ૧૫ ભાષાઓંમાં ૬૬ લાખ ૨૧ સહસ્રથી પણ અધિક નકલોનું પ્રકાશન, આધ્યાત્મિક સંશોધન, દૂરદર્શન પર સત્સંગો દ્વારા ધર્મશિક્ષણ, સનાતન પ્રાતના ૯ નિયતકાલિકો દ્વારા ધર્મજાગરણ ઇ. અદ્વિતિય છે.    

સનાતનના ધર્મકાર્યના રૌપ્યમહોત્સવ નિમિત્તે પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીનો સંદેશ


.પૂ. ક્તરાજ મહારાજજીના આશીર્વાદથી સનાતનની સ્થાપનાનો ઉદ્દેશ સફળ થશે !

    વર્ષ ૧૯૯૧માં પ.પૂ. ક્તરાજ મહારાજજીના આશીર્વાદથી ચાલુ થયેલા સનાતનના બીજરૂપી કાર્યનું આજે વટવૃક્ષમાં રૂપાંતર થઈ ગયું છે. અધ્યાત્મનો પ્રસાર કરવો, એ સનાતનની સ્થાપના પાછળનો ઉદ્દેશ હતો. આજે ધર્મશિક્ષણ પ્રદાન કરનારા સત્સંગ, ધ્વનિચિત્ર-ચકતીઓ, ફલક પ્રદર્શનો અને સંકેતસ્થળ દ્વારા થઈ રહેલો અધ્યાત્મપ્રસાર, અધ્યાત્મ વિશેના ૨૯૦ ગ્રંથોની નિર્મિતિ અને તેમનું ૧૫ ભાષાઓમાંનું પ્રકાશન, સાધક-પુરોહિત પાઠશાળા દ્વારા થઈ રહેલી સાત્ત્વિક પુરોહિતોની નિર્મિતિ, તેમજ દેશ-વિદેશમાં ૧૫ સહસ્ર કરતાં વધારે સાધકો દ્વારા અધ્યાત્મના સિદ્ધાંતો શીખી લઈને સાધના કરવી, એ આ કાર્યનું દશ્ય સ્વરૂપ છે. આ સર્વ કાર્ય આજ સુધી સંતોના આશીર્વાદને કારણે જ થઈ શક્યું છે. બાહ્યાંગથી દશ્યમાન આ કાર્ય અને સૂક્ષ્મમાંથી થઈ રહેલું કાર્ય જુદું જુદું હોય છે. સનાતનનું કાર્ય મૂલત: જ્ઞાનશક્તિનું છે અને તેનું મહત્ત્વ વધારે છે. આગામી ૨૫ વર્ષોમાં સનાતન (હિંદુ) ધર્મની જે સમગ્ર જગત્માં પ્રસ્થાપના થવાની છે, તેમાં સનાતનની જ્ઞાનશક્તિના કાર્યનો અમૂલ્ય સહભાગ રહેવાનો છે.

પુના અને મુંબઈ ખાતે સનાતનના સમર્થનાર્થ હિંદુત્વનિષ્ઠ સંગઠનાઓનો ભવ્ય મોર્ચો !


અમે બધા સનાતન, સનાતન, સનાતન !  અને  અમારો ધર્મ સનાતન, સનાતન ! 
આ ઘોષણાઓથી પુના ગાજી ઊઠ્યું !પુનામાં ધર્માભિમાનીઓ કાઢેલો મોર્ચો
  પુના/મુંબઈ (મહારાષ્ટ્ર)ડૉનરેંદ્ર દાભોલકર હત્યાનો આરોપ કરીને પુરોગામી સંગઠનાઓ દ્વારા સનાતન સંસ્થા પર કરવામાં આવતી પ્રતિબંધની માગણીના વિરોધમાં સમસ્ત રાષ્ટ્રપ્રેમી અને હિંદુત્વનિષ્ઠ સંગઠનાઓ વતી ૨૦ અને ૨૧ ઑગસ્ટના દિવસે પુના અને મુંબઈ ખાતે વ્ય નિષેધ મોર્ચો કાઢવામાં આવ્યો.

સંખ્યાબળમાં પણ સનાતનનો જ વિજય !


   પુના ખાતે ૨૦ ઑગસ્ટના દિવસે સવારે અંનિસ વતી કાઢેલા મોર્ચામાં ૨૦૦ પુરોગામીઓ સહભાગી બન્યા હતા; પણ ત્યારે જ સનાતનના સમર્થનાર્થે હિંદુત્વનિષ્ઠ સંગઠનાઓએ પુનામાં કાઢેલા મોર્ચામાં ૩૦૦ કરતાં વધુ, જ્યારે ૨૧ ઑગસ્ટના દિવસે મુંબઈ ખાતે કાઢેલા મોર્ચામાં ૫૦૦ કરતાં વધારે હિંદુત્વનિષ્ઠો ઉત્સ્ફૂર્તતાથી સહભાગી થયા હતા. બન્ને મોર્ચામાંનું સંખ્યાબળ જોતાં પુરો(અધો)ગામીઓ કરતાં સનાતન અગ્રેસર રહ્યું.  

Thursday, 1 September 2016

સનાતનનાં ૨૦મા સંત પૂ. (સૌ.) આશાલતા સખદેવદાદીનો દેહત્યાગ

   રામનાથી (ગોવા) - સનાતનનાં ૨૦મા સંત પૂ. (સૌ.) આશાલતા સખદેવદાદીએ (વય ૮૧ વર્ષ) ૧૭ ઑગસ્ટના દિવસે સાંજે ૫.૧૦ કલાકે રામનાથી, ગોવા સ્થિત સનાતનના આશ્રમમાં દેહત્યાગ કર્યો. મૂળ મિરજ નિવાસી પૂ. (સૌ.) સખદેવદાદીએ ૧૦ મે ૨૦૧૨ના દિવસે સંતપદ પ્રાપ્ત કર્યું હતું. તેમનાં પશ્ચાત પતી શ્રી. શશિકાંત સખદેવ, દીકરો શ્રી. ગુરુદત્ત, સ્નુષા સૌ. હેમલતા અને દીકરી કુ. રાજશ્રી એવો પરિવાર છે. કુ. રાજશ્રીએ પૂ. (સૌ.) સખદેવદાદી સાથે આશ્રમમાં રહીને તેમની અંતસમય સુધી ભાવપૂર્ણ સેવા કરી. પૂ. (સૌ.) સખદેવદાદી પર ૧૮ ઑગસ્ટના દિવસે અંત્યસંસ્કાર કરવામાં આવ્યા. સનાતન પરિવાર સખદેવ કુટુંબીજનોના દુ:ખમાં સહભાગી છે.

સનાતન અને સનાતન પ્રભાત !


   વર્ષ ૧૯૯૮માં નિધર્મી વાતાવરણમાં હિંદુવિરોધ ઉપરવટ થયો હતો જેથી હિંદુત્વ ઢંકાઈ ગયું હતું, ત્યારે કેવળ હિંદુત્વનિષ્ઠ વિચારોનું નિયતકાલિક ચાલુ કરવું, તે નિયમિત રીતે, યશસ્વી રીતે ધ્યેયનિષ્ઠાથી ચલાવવું એ એક આવાહન હતું. હવે સર્વત્ર હિંદુત્વની મોટા પ્રમાણમાં ચર્ચા થાય છે, અનેક સંગઠનાઓના વ્યાસપીઠ પરથી હિંદુ રાષ્ટ્રની માગણી કરવામાં આવે છે; પણ વર્ષ ૧૯૯૮માં પ્રસ્થાપિત લોકશાહીનું અપયશ સમાજ સામે પ્રસ્તુત કરીને ઈશ્વરી રાજ્યની સ્થાપનાનું અર્થાત્ આદર્શ રાજ્યનું ધ્યેય સમાજ સામે રાખવું, એ એક પડકાર હતો. તે પડકારને ઝીલ્યો પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ ! વર્ષ ૧૯૯૦થી અધ્યાત્મપ્રસારનું કાર્ય કરતી વેળાએ અનેક સારાં-નરસાં પ્રસંગોનો અનુવ થયા પછી પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીને એક વાત પ્રકર્ષથી જણાઈ. તે એટલે સાંપ્રત કાળમાં સનાતન હિંદુ ધર્મનો પક્ષ લેનારું, ધર્મનાં તત્ત્વોને જીવતદાન આપનારું અને સમાજને ધર્માચરણ કરવા માટે ઉદ્યુક્ત કરનારું એકપણ નિયતકાલિક અસ્તિત્વમાં નથી. રાજકીય પક્ષનો પ્રચાર કરવા માટે, વિરોધકો પર ટીકા કરવા માટે અથવા જ્યેષ્ટ ઉદ્યોજકોએ કાળો પૈસો ધોળો કરવા માટે કાઢેલાં નિયતકાલિકો તે સમયે સમાજ પર અધિકાઈ ગજવતાં હતાં. આ પરિસ્થિતિ પાલટવા માટે એક માધ્યમની આવશ્યકતા હતી. તે વૈચારિક પરિવર્તનના ધ્યેયથી જ સનાતન પ્રભાતની નિર્મિતિ થઈ. સનાતનનું કાર્ય તે સમયે અધ્યાત્મપ્રસાર, વિવિધ વિષયો પરના આધ્યાત્મિક ગ્રંથોનું લખાણ, એ રીતે ચાલુ હતું. સનાતન પ્રભાતના સંસ્થાપક સંપાદક રહેલા પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ પ્રદાન કરેલું ઈશ્વરી રાજ્યની સ્થાપનાનું ધ્યેય અને સનાતનનું કાર્ય એમ જોઈએ તો પરસ્પર પૂરક જ હતું

સનાતન સંસ્થાના સંસ્થાપક પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીનો પરિચય


પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી
. આંતરરાષ્ટ્રીય કીર્તિના સંમોહન-ઉપચાર તજ્જ્ઞ

  પ.પૂ. ડૉ. જયંત બાળાજી આઠવલેજીએ વૈદ્યકીય શિક્ષણ પછી વર્ષ ૧૯૭૧ થી ૧૯૭૮ સુધીના સમયગાળામાં બ્રિટન ખાતે ઉચ્ચ શિક્ષણ ગ્રહણ કરીને સંમોહન-ઉપચાર પદ્ધતિ વિશે સંશોધન કર્યું. વર્ષ ૧૯૭૮માં તેમણે મુંબઈ ખાતે સંમોહન ઉપચાર તજ્જ્ઞ તરીકે વ્યવસાય ચાલુ કર્યો. વર્ષ ૧૯૮૨માં તેમણે ભારતીય વૈદ્યકીય સંમોહન અને સંશોધન સંસ્થા ની સ્થાપના કરી. વર્ષ ૧૯૬૭ થી ૧૯૮૨ ના ૧૫ વર્ષો દરમિયાન તેમણે ૫૦૦ કરતાં વધારે ડૉક્ટરોને સંમોહનશાસ્ત્ર અને સંમોહન-ઉપચારનાં સિદ્ધાંતો તેમજ પ્રાત્યક્ષિકો વિશે અમૂલ્ય માર્ગદર્શન કર્યું.

.સંમોહનશાસ્ત્ર અને સંમોહન-ઉપચાર વિશેની ગ્રંથસંપદા !

   લોકપ્રિય નિયતકાલિકોમાંથી પ્રસિદ્ધ થયેલા ૧૦૦ કરતાં વધુ લેખ, વિદેશમાં પ્રશંસાપાત્ર શોધ-નિબંધો, આ તેમની વૈદ્યકીય ક્ષેત્રમાંની યશસ્વી કારકિર્દીની, તેમજ વ્યાસંગપૂર્ણ અને અદ્વિતિય સંશોધનની ફળનિષ્પત્તિ છે.

સનાતન સંસ્થાના શ્રદ્ધાસ્થાન પરમ પૂજ્ય ભક્તરાજ મહારાજજીનાં ચરણોમાં વંદન !


સનાતન સંસ્થાના શ્રદ્ધાસ્થાન
.પૂક્તરાજ મહારાજજી
. વર્ષ ૧૯૯૨ થી ૧૯૯૫ - .પૂ. ક્તરાજ મહારાજજી (.પૂ. બાબા)એ ડૉક્ટરજીને ધર્મપ્રસાર કરવા માટે કહેવું
૧ અ. વર્ષ ૧૯૯૨ : .પૂ. બાબાએ મને કહ્યું, હવે સમગ્ર મહારાષ્ટ્રમાં ધર્મનો પ્રસાર કરો.
૧ આ. વર્ષ ૧૯૯૩ : .પૂ. બાબાએ મને કહ્યું, હવે સમગ્ર ભારતમાં ધર્મપ્રચાર કરો.
૧ ઇ. વર્ષ ૧૯૯૫ : .પૂ. બાબાએ કહ્યું, હવે સમગ્ર જગત્માં ધર્મપ્રચાર કરો.
આ કાર્ય માટે જાણે કેમ આશીર્વાદ તરીકે બાબાએ વર્ષ ૧૯૯૩માં પોતાની ગાડીનો ધ્વજ મને આપ્યો અને કહ્યું, આ ધ્વજ લગાડીને સર્વત્ર પ્રચાર કરવા માટે ફરો !

સત્યનિષ્ઠ કાર્યને કારણે લાખો વર્ષો પહેલાં જ મહર્ષિએ નાડીપટ્ટીમાં ગૌરવાન્વિત કરેલી સનાતન સંસ્થા !. સત્યમેવ જયતિ , આ વચન સાર્થક
કરનારી સનાતન સંસ્થા
!

   આ બધું જોતાં મહર્ષિ પણ સનાતન સંસ્થાનું વર્ણન કરતી વેળાએ કહે છે, સત્યનો કેડો પકડીને ચાલનારી કેવળ આ એકમાત્ર સંસ્થા છે. સત્યમેવ જયતિ, એવું વચન હોવાથી અંતે વિજય તો પ.પૂ. ડૉક્ટરજીનો જ છે અને યોગાનુયોગે તેમના નામમાં પણ જય છે. (.પૂ. ડૉક્ટરજીનું નામ જયંત છે. - તંત્રી)

. ૧૦૦ ટકામાંથી ૯૯ ટકા નહીં, ૧૦૦૦ ટકા આપણને વિજય મળવાનો છે , - મહર્ષિ

  આ વિજયનું વર્ણન કરતી વેળાએ મહર્ષિએ સપ્તર્ષિ જીવનાડીના વાચક પૂ. ડૉ. ૐ ઉલગનાથન્જીના માધ્યમ દ્વારા ૬.૧૨.૨૦૧૫ના દિવસે સંદેશ મોકલાવ્યો, પરમ ગુરુજીને કહેશો કે, ૧૦૦ ટકામાંથી ૯૯ ટકા નહીં, જ્યારે ૧૦૦૦ ટકા આપણને વિજય મળવાનો છે. ત્યારે નિશ્ચિંત રહેવું. ચિંતાનું કોઈ કારણ હોય, તો અમને કહેશો. અમે તે ચિંતા તરત જ દૂર કરીશું. અમે તેમનો પડછાયો બનીને તેમની સાથે જ છીએ. તેમનો અવતાર દેહધારી છે. તેમનું શરીર થાકી ગયું હોવાથી તેઓ દૂર ક્યાંય પણ જઈ શકતા નથી; પરંતુ અમને શરીર ન હોવાને કારણે અમે તો તેમની આજ્ઞા અનુસાર દૂર દૂર જઈને કાર્ય કરી રહ્યા છીએ.

રૌપ્યમહોત્સવ નિમિત્તે શુભ આશીર્વાદ

પૂડૉૐ ઉલગનાથન્
પરાત્પર ગુરુ ડૉજયંત બાળાજી આઠવલેજી 
સમગ્ર જગત્ના ગુરુ છે ! - પૂડૉૐ ઉલગનાથન્

   મારું પરમ ભાગ્ય છે કેસનાતનને ૨૫ વર્ષો પૂર્ણ થયા વિશે એક સંદેશ લખવાની તક મળી છેલાખો વર્ષો પહેલાં શિવ-પાર્વતી વચ્ચે થયેલા સંવાદમાં સનાતન સંસ્થાને તેમણે સનાતન ચૈતન્ય સંસ્થા એવું સંબોધન કર્યું છેજેમણે આ સંસ્થાની સ્થાપના કરીએવા પરાત્પર ગુરુ ડૉજયંત બાળાજી આઠવલેજીનો ઉલ્લેખ સનાતન ચૈતન્ય ગુરુ એવો કર્યો છેમારા ગુરુ ડૉજયંત બાળાજી આઠવલેજી સમગ્ર જગત્ના ગુરુ છેતેમણે સ્થાપન કરેલો આશ્રમ એ કાંઈ કેવળ પત્થરમાટીસિમેંટથી ઊભુ કરેલું મકાન નથીજ્યારે તેમના ઈશ્વરી ચૈતન્યથી ઓતપ્રોત થયેલો ચૈતન્યમય આશ્રમ છેઆ આશ્રમમાંનો પ્રત્યેક પત્થર એટલે સનાતનના સાધકો છેતેની આધારશિલા એટલે પ.પૂગુરુદેવ જ છેએવા સનાતન ચૈતન્ય ગુરુનાં ચરણોમાં મારા કોટિ કોટિ પ્રણામ !
શ્રીશ્રીજયંત બાળાજી આઠવલે જય ગુરુદેવ !
શ્રીશ્રીજયંત બાળાજી આઠવલે જય ગુરુદેવ !
શ્રીશ્રીજયંત બાળાજી આઠવલે જય ગુરુદેવ !’

પૂડૉૐ ઉલગનાથન્ચેન્નઈ (..૨૦૧૬)    

સર્વાંગીણ દૃષ્ટિએ આદર્શ રહેલા સનાતનના આશ્રમની વિશિષ્ટતાઓ


સદ્દગુરુ (સૌ.) બિંદા સિંગબાળ
   આજે અનેક સંતોના આશ્રમો શિષ્યવર્ગને દિશાદર્શન કરી રહ્યા છે, તો પણ રાષ્ટ્ર અને ધર્મ માટે કાર્ય કરનારા આશ્રમો દુર્લ છે. પત્થર અને ઇંટોની કેવળ વાસ્તુ એટલે આશ્રમ નથી, જ્યારે સાધનાના પરિપૂર્ણ પાઠ ણાવનારા, ઈશ્વરના અસ્તિત્વની ડગલેને પગલે અનુભૂતિ પ્રદાન કરનારા આશ્રમોનું ઘડતર પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ કર્યું. રામનાથી (ગોવા) સ્થિત સનાતનનો આશ્રમ એટલે હિંદુ રાષ્ટ્રની નાનકડી પ્રતિકૃતિ જ છે. સનાતનના આશ્રમો સર્વ દૃષ્ટિએ આદર્શ શા માટે છે, તેનું રહસ્ય આજે આપણે આ લેખ દ્વારા જાણી લઈએ.
સંકલક : સદ્દગુરુ (સૌ.) બિંદા સિંગબાળ


સનાતનનો રામનાથી આશ્રમ !
રામનાથી આશ્રમ
    પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના વાસ્તવ્યથી પાવન થયેલો, અનેક સંતો અને માન્યવરો દ્વારા ગૌરવાન્વિત અને પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના બ્રહ્માંડવ્યાપી કાર્ય દ્વારા સમગ્ર જગત્ના સાધકો, હિંદુત્વનિષ્ઠો અને જિજ્ઞાસુઓને માર્ગદર્શક રહેલો વિશ્વદીપ એટલે સનાતનનો રામનાથી (ગોવા) સ્થિત આશ્રમ ! આ સનાતન સંસ્થાનું મુખ્ય કાર્યાલય છે. સનાતનના કાર્યનું ખરું પ્રતિબિંબ જાણી લેવા માટે, તેમજ સનાતનની શિખામણ શું છે, એ જોવા માટે આ આશ્રમમાં અવશ્ય પધારશો. સનાતન સંસ્થાના શ્રદ્ધાસ્થાન પ.પૂ. ક્તરાજ મહારાજજીએ પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીને ૯..૧૯૯૫ના દિવસે કહ્યું હતું, સનાતન સંસ્થાનું કાર્યાલય ગોવામાં કરજો. ગોવામાં વિશ્વદીપ થશે. તેમના આશીર્વાદથી જ આજે આ અદ્ ભુત આશ્રમ ઊભો છે.

કેવળ ૨૫ વર્ષોમાં સનાતનના કાર્યની ઊંચી ઉડાન !

સદ્દગુરુ (કુ.) સ્વાતી ખાડ્યે
પૂનંદકુમાર જાધવ
ગુરુની મહાનતાનું વર્ણન કેવી રીતે કરવું , આની અનુભૂતિ તમારામાંથી ઘણાયને થઈ હશે. સનાતનના સહસ્રો સાધકોને પણ પ્રતિદિન તેની અનુભૂતિ થઈ રહી છે. પરાત્પર ગુરુ ડૉ. જયંત આઠવલેજીના કૃપાશીર્વાદથી અને તેમની પ્રેરણાથી ચાલી રહેલા સાધનારૂપી કાર્યને કારણે જ આ સંવ છે ! એટલેજ ગત ૨૫ વર્ષોમાં વૃદ્ધિંગત થયેલા સનાતનના કાર્યની વ્યાપ્તિ સમાજને પણ સમજવી આવશ્યક લાગે છે. પરાત્પર ગુરુદેવના આ વિશાળ કાર્યની રજત જયંતી મહોત્સવનું નિમિત્ત કરીને આ કૃતજ્ઞતારૂપી સિંહાવલોકન ! આ આત્મસ્તુતિ નથી; પણ આ વાતનું કથન છે કે ઈશ્વરી અધિષ્ઠાન સાથે કાર્ય કરવાથી ઊંચી ઉડાન રવી સહજ શક્ય છે.
સંકલનકર્તા : સદ્દગુરુ (કુ.) સ્વાતી ખાડ્યે અને પૂ. નંદકુમાર જાધવ, પ્રસારસેવક, સનાતન સંસ્થા
બાળસંસ્કારવર્ગ દ્વારા વિધાર્થીઓ પર સાધનાના અને
નીતિમત્તાના સંસ્કાર કરીને રાષ્ટ્રની ભાવિ પેઢી ઘડાય છે
.

સનાતનના ધાર્મિક અને સામાજિક કાર્યના વિવિધ પાસાંઓ દર્શાવનારાં ક્ષણ !


પ.પૂ. ભક્તરાજ મહારાજજીને ફલક દેખાડતી
સમયે 
પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી (વર્ષ ૧૯૯૩)


કાશ્મીર સીમા પર સૈનિકો માટે  તણાવમુક્તિ
માટે સાધના  આ વિષય પર પ્રવચન (વર્ષ ૨૦૦૨)

સનાતને આરંભ કરેલા રાષ્ટ્રહિતૈષી ઉપક્રમો


સદ્દગુરુ (કુ.) અનુરાધા વાડેકર
    સ્વસંરક્ષણ પ્રશિક્ષણ, પ્રથમોપચાર પ્રશિક્ષણ, આપત્કાલિન સહાય્ય પ્રશિક્ષણવર્ગ અને અગ્નિશમન પ્રશિક્ષણવર્ગ આ રાષ્ટ્રહિતૈષી ઉપક્રમોનો આરંભ સનાતને ૧૦-૧૫ વર્ષો પહેલાં જ અત્યંત દૂરનો વિચાર કરીને કર્યો. તે વિશે સનાતનના વિવિધ ગ્રંથો પણ પ્રકાશિત થયા છે. વર્તમાનમાં પણ સનાતનનાં સાધકો, અન્ય સંગઠનાઓ ઉપાડી રહેલાં વિવિધ રાષ્ટ્રહિતૈષી ઉપક્રમોમાં સહભાગી થાય છે.
સંકલક : સદ્દગુરુ (કુ.) અનુરાધા વાડેકર, પ્રસારસેવિકા, સનાતન સંસ્થા.


૧. પ્રથમોપચાર પ્રશિક્ષણવર્ગ

પ્રથમોપચાર પ્રશિક્ષણમાં
ઉપચારનો પ્રત્યક્ષ પ્રયોગ
     એકાદ વ્યક્તિને અપઘાત થયા પછી અથવા તેને આકસ્મિક ત્રાસ ચાલુ થાય અથવા તેના પર એકાદ વિપદા આવી પડે તો તેને સહાયતા કરવી અને તેના પ્રાણોનું રક્ષણ કરવું, આ દેશમાંના પ્રત્યેક નાગરિકનું અલિખિત કર્તવ્ય જ છે. આ સમાજઋણ ચૂકતું કરવાનો એક ભાગ પણ છે. આ દષ્ટિએ સંસ્થા વતી ઠેકઠેકાણે પ્રથમોપચાર પ્રશિક્ષણવર્ગ આયોજિત કરવામાં આવે છે. તેમાં પીડિત વ્યક્તિની પ્રાથમિક તપાસણી કેવી રીતે કરવી, એ શીખવવામાં આવે છે અને વિવિધ પ્રકારની ઇજાઓ અને કષ્ટોની વિગતવાર માહિતી આપવામાં આવે છે. તે વિશે  પ્રથમોપચાર પ્રશિક્ષણ  નામક સનાતનનો ગ્રંથ (મરાઠી ભાષામાં ઉપલબ્ધ) પણ હાલમાં જ પ્રકાશિત થયો છે.

સહુકોઈ પ્રત્યે કૃતજ્ઞતા !


   ઈશ્વરે સનાતન પર કૃપાનો વર્ષાવ કર્યો છે. .પૂ. ક્તરાજ મહારાજજીના કૃપાશીર્વાદથી આરં થયેલું સનાતનનું કાર્ય દિન-પ્રતિદિન વિસ્તારિત થતુ જાય છે. આ ૨૫ વર્ષોના ક્રમણમાં અનેક સંતોએ સનાતન પર કૃપાછત્ર ધરી રાખ્યું. સાધકોને સાધના અંગે બહુમૂલ્ય માર્ગદર્શન કરનારા અને તેમનું આપત્કાળમાં રક્ષણ કરનારા મહર્ષિ, સનાતનના પ્રેરણાસ્થાન પ.પૂ. રામાનંદ મહારાજજી, સનાતનના સાધકો માટે કલાકોના કલાકો સુધી અનુષ્ઠાન કરનારા યોગતજ્જ્ઞ દાદાજી વૈશંપાયન, અખિલ માનવજાતિના કલ્યાણ માટે યજ્ઞ-યાગ કરનારા પ.પૂ. નારાયણ (નાના) કાળેગુરુજી સહિત અનેક જ્ઞાત-અજ્ઞાત સંતોએ સનાતન પર કરેલા કૃપાવર્ષાવ માટે સનાતન પરિવાર અનંત કોટિ કૃતજ્ઞ છે. જિજ્ઞાસુઓ, હિતચિંતકો, અર્પણદાતાઓ અને ધર્માભિમાનીઓના અમૂલ્ય સહકારને કારણે જ અમે આ ૨૫ વર્ષોનું ક્રમણ કરી શક્યા. અનેક શહેરો સાથે જ ગામોગામના હિંદુત્વનિષ્ઠો સનાતનના સમર્થન માટે સંગઠિત થઈ રહ્યા છે. આ બધાયને કારણે આ આનંદક્ષણ અનુવી શકાય છે. સનાતન પરિવાર સહુકોઈને નમન કરે છે.
   સનાતન ધર્મ રાજ્ય (હિંદુ રાષ્ટ્ર)ની સ્થાપના માટે આપ સહુનું યોગદાન આ પછી પણ મળતું રહે, એવી પ્રાર્થના

શ્રી ગણેશ ચતુર્થી

સનાતન-નિર્મિત શ્રી ગણેશનું સાત્ત્વિક ચિત્ર

    ભાદરવો સુદ ચોથ તે ભાદરવો સુદ ચૌદસ (૫ થી ૧૫ સપ્ટેમ્બર)  સુધી ગણેશ ઉત્સવ છે. આ કાળમાં પૂજા, આરતી, ભજન ઇત્યાદિ ઉપાસના પ્રકારો સાથે શ્રી ગણેશનો નામજપ કરવો. એનાથી સામાન્ય કરતાં વાતાવરણમાં અધિક પ્રમાણમાં કાર્યરત ગણેશતતત્ત્વનો લાભ મળશે.

શ્રી ગણેશચતુર્થી વ્રતનું મહત્ત્વ

અ. સર્વ વ્રતોમાં ઉત્તમ વ્રત, એવી આ વ્રતની સ્તુતિ સાક્ષાત્ શંકર ભગવાને કરી છે. ભાદરવો સુદ ચોથથી અનંત ચતુર્દશી સુધી, ગણેશલહેરો પૃથ્વી પર વધારે પ્રમાણમાં આવતી હોવાથી યમલહેરોની તીવ્રતા ન્યૂન થવામાં સહાયતા થાય છે.
આ. અધ્યાત્મશાસ્ત્રીય દૃષ્ટિએ પ્રત્યેક દેવતા એટલે વિશિષ્ટ તત્ત્વ છે. પ્રત્યેક મહિનાની ચતુર્થીને દિવસે ગણેશતત્ત્વ હંમેશની તુલનામાં પૃથ્વીપર ૧૦૦ ગણું કાર્યરત હોય છે, જ્યારે ગણેશોત્સવના દોઢ દિવસો દરમ્યાન તે ૧૦૦૦ ગણાં કરતાં વધારે કાર્યરત હોય છે.

પિતૃપક્ષમાં શ્રાદ્ધ શા માટે કરવું ?

 પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરવાનું મહત્ત્વ !
    શ્રાદ્ધ કહીએ એટલે ઘણાં લોકોના મનમાં અશાસ્ત્રીય કર્મકાંડ એવી તે સંદર્ભમાં ભૂલભરેલી છાપ ઉમટે છે. કેટલાક જણ  શ્રાદ્ધ કરવા કરતાં ગોરગરીબોને અન્નદાન અથવા એકાદ નિશાળને સહાય કરો , એમ સૂઝાડે છે ! એવું કરવું એટલે, એકાદ રોગી પર શસ્ત્રક્રિયા કરવાને બદલે અમે ગરીબોને અન્નદાન કરીશું, શાળાને દાન આપીશું , એવું કહેવા બરાબર છે. શ્રાદ્ધ કરવું, એટલે ધર્મપાલન કરવાનો જ એક ભાગ છે. શ્રાદ્ધ વિશે હિંદુઓમાં રહેલી ગેરસમજ દૂર કરીને તેમને શ્રાદ્ધ વિશે અધ્યાત્મશાસ્ત્રીય માહિતી મળે, તે માટે આ લેખ....

શ્રાદ્ધનું મહત્ત્વ

કળિયુગમાં મોટાભાગના લોકો સાધના કરતા ન હોવાથી માયામાં પુષ્કળ જકડાઈ ગયા હોય છે. તેથી મૃત્યુ પછી આવી વ્યક્તિઓનો લિંગદેહ અતૃપ્ત રહે છે. આવા અતૃપ્ત લિંગદેહ મર્ત્યલોકમાં અટવાય છે. મર્ત્યલોક એ ભૂલોક અને ભુવલોકની વચ્ચે છે. અતૃપ્ત પૂર્વજોની ઇચ્છા-આકાંક્ષા શ્રાદ્ધવિધિ દ્વારા પૂર્ણ કરીને તેમને આગળની ગતિ પ્રાપ્ત કરાવી આપવી, એ શ્રાદ્ધ કરવા પાછળનો મહત્ત્વનો ઉદ્દેશ છે.
પિતરો માટે શ્રાદ્ધ ન કરવાથી તેમની ઇચ્છા અતૃપ્ત રહેવાથી, તેમજ આવી વાસના ધરાવતા પિતર અનિષ્ટ શક્તિઓના તાબામાં જઈને તેમનાં દાસ (ગુલામ) બન્યા હોવાથી અનિષ્ટ શક્તિઓએ પિતરોનો ઉપયોગ કરીને કુટુંબીજનોને ત્રાસ આપવાની શક્યતા વધારે હોય છે. નીચે આપ્યા પ્રમાણે કેટલાક પ્રકારના ત્રાસ પૂર્વજોને કારણે થાય છે - ઘરમાં સતત ઝગડો થવો, એકબીજા સાથે અણબનાવ, નોકરી ન મળવી, ઘરમાં પૈસો ન ટકવો, એકાદને ગંભીર માંદગી થવી, સર્વ પરિસ્થિતિ અનુકૂળ હોવા છતાં વિવાહ ન થવો, પતિ-પત્નીનું ન બનવું, ગર્ભધારણા ન થવી, ગર્ભપાત થવો, મતિમંદ કે વિકલાંગ સંતાન નીપજવું અને કુટુંબમાંના એકાદને વ્યસન લાગવું. શ્રાદ્ધવિધિને કારણે પિતરોના ત્રાસ સામે આપણું રક્ષણ થઈને જીવન સુસહ્ય થવામાં સહાયતા થાય છે.

ભાજપાને વર્ષ ૨૦૧૯ની ચૂંટણીમાં આનું મૂલ્ય ચૂકવવું પડશે ! - વિહિંપની ચેતવણી


   ભાગ્યનગર (તેલંગણા) - કેટલાંક ગણ્યાંગાઠ્યાં લોકો ગોરક્ષાના નામ હેઠળ સમાજમાં તણાવ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હું સાચા ગોરક્ષકો અને ગોસેવકોને પ્રાર્થના કરું છું, તમારું સારું કામ આ જૂઠ્ઠાં લોકો બગાડી ન નાખે, તેથી સાચા ગોરક્ષક અને ગોસેવક આ વાત પર ધ્યાન રાખજો , એવું પ્રતિપાદન પ્રધાનમંત્રી મોદીએ તેલંગણાના થર્મલ પાવર પ્રોજેક્ટના ઉદ્ઘાટના કાર્યક્રમ સમયે કર્યું. તેમણે વધુમાં ઉમેર્યું, જો રાજ્યસરકારો આવા ગોરક્ષકોનો રિપૉર્ટ બનાવે તો તેમાં જણાઈ આવશે કે તેમાંના ૮૦ ટકા ગોરક્ષકો સમાજદ્રોહી છે.
   પ્રધાનમંત્રીના આ કથન પર હોબાળો મચી ગયો. તેમના વક્તવ્યનો અનેક સંગઠનાઓએ બહોળો વિરોધ કર્યો છે. વિશ્વ હિંદુ પરિષદે તો ચેતવણી આપી છે કે ભાજપાને વર્ષ ૨૦૧૯ની ચૂંટણીમાં આ વક્તવ્યનું મૂલ્ય ચૂકવવું પડશે. વિહિંપના વ્રજ ક્ષેત્રના ઉપાધ્યક્ષ સુનીલ પરાશરે કહ્યું કે દેશમાં પ્રતિવર્ષ એક લાખ ગાયોની હત્યા કરનારા કસાઈઓને ગુંડા કહેવામાં આવતા નથી અને ગીતા, રામૈયા જેવા ગોરક્ષકોને ગુંડા કહેવામાં આવી રહ્યા છે.

ગોરક્ષક દળના પ્રમુખ સતીશકુમાર પ્રધાનની ધરપકડ !


   પટિયાલા (પંજાબ)પંજાબ ગોરક્ષક દળના પ્રમુખ શ્રીસતીશકુમાર પ્રધાનની ૨૧ ઑગસ્ટના દિવસે પટિયાલા પોલીસે ધરપકડ કરી. (પંજાબમાં અમલી પદાર્થોની મોટા પ્રમાણમાં તસ્કરી ચાલુ છેઆ બાબતે નિષ્ક્રિય રહેનારી પંજાબ પોલીસ ગોરક્ષકો પર બરાબર તત્પરતાથી કાર્યવાહી કરે છે. - તંત્રીસામાજિક સંકેતસ્થળ પર પ્રકાશિત થયેલા વ્હિડિઓમાં શ્રીસતીશકુમારની સંગઠનાના સદસ્યો કેટલાંક ગોતસ્કરોને મારઝૂડ કરતા દેખાતા હોવાથી તેમના પર અપહરણ અને લોકોને ત્રાસ આપવોએવા આરોપ કરવામાં આવ્યા છેકેટલાંક ગોતસ્કરોએ સતીશકુમાર પ્રધાને અમને ગોંધી રાખ્યાલૂંટી લીધામારઝૂડ કરી અને અનૈસર્ગિક સંભોગ કર્યો એવું પોલીસને કહ્યુંતેના પરથી પોલીસ દ્વારા શ્રીસતીશકુમાર પર આ વિશે ગુનાઓ નોંધવામાં આવ્યા છે